જૂનાગઢમાં યુવકને રીલ બનાવવી પડી ભારે.
જોખમી રીલ બનાવનારને કાયદાનું ભાન કરાવ્યું.
પોલીસ સમક્ષ જીયાન મકવાણાએ માગી માફી.
સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાલચમાં લોકો ક્યારેક પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. જૂનાગઢમાં પણ એક યુવકે વિલિંગ્ડન ડેમ પર રીલ બનાવવા જીવના જોખમે પાણીમાં ધુબાકા માર્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પોલીસે યુવકને ઝડપી પાડી માફી મંગાવી હતી.
જૂનાગઢના સોશિયલ મીડિયામાં એક યુવક વિલિંગ્ડન ડેમમાં ધુબાકા મારી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક યુવક ડેમના પાળા પરની કેબીન પરથી અને ડેમના પાળા પરથી પાણીની અંદર કુદકા મારતો જોવા મળ્યો હતો. જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી અને વીડિયો બનાવનાર સુધી પહોંચી હતી. યુવકનું નામ જિયાન મકવાણા છે. જેને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ડેમ પર જોખમી રીતે રીલ બનાવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે યુવક સામે કાર્યવાહી કરી તેને ચેતવણી આપી હતી. યુવકે પોતાનું કૃત્ય ખોટું હોવાની કબૂલાત આપી તેમજ પોલીસ સમક્ષ જાહેરમાં માફી માંગી હતી. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા જોખમી કૃત્ય કરનારાઓ સામે આગળ પણ કડક પગલાં લેવામાં આવશે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
