અમરેલીમાં સતત બીજા દિવસે ગેસ પાઇપલાઇનમાં આગ
શ્રીમંદ રેસિડેન્સી અને જૂના યાર્ડમાં લીકેજથી ઘટના
અમરેલી શહેરમાં સતત બીજા દિવસે પણ આગની ઘટના બની..
અમરેલી શહેરમાં લીલીયા રોડ પર આવેલ સીમંધર – 2 સોસાયટીના રહેણાંક મકાન બહાર ગેસ પાઇપ લાઇનમાં આગ ભભુકી ઉઠી.. GSPC ગેસની લાઇન લીકેજ થતા આગ લાગવા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી.્ ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી.સરતેજા ની આગેવાની હેઠળ એક મીની ફાયર ટેન્ડર સાથે ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી.. ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઇ મોટી દુર્ઘટના ન સજાતા તંત્રએ હાશકારો લીધો
