કોંગ્રેસ સંગઠન મજબૂત કરવા સક્રિય
અમરેલીમાં તાલુકા-શહેર પ્રમુખ માટે નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી લીલીયા બાદ સાવરકુંડલા ખાતે કોંગ્રેસ નેતાઓએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ્યમા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતવાની રણનીતિ ઘડવામાં આવી…
સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાને લઈને અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સજાગ થઈ છે ને આજથી અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર કોંગી નેતા લલીત વસોયા, માનસિંગ ડોડીયા, દિનેશ મકવાણા, ભીખુભાઈ વાડદોરીયા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આગામી ચૂંટણીઓ જીતવાના નો મંત્ર કોંગી નેતાઓએ કાર્યકર્તાઓને આપ્યો હતો સાથે સાથે કોંગી નેતા પ્રતાપ દુધાતે ભાજપ પર નાના પક્ષોને લાવીને 2007 થી ચૂંટણીઓ જીતવાના પ્રયાસો સફળ થયા હોય ને કેશુભાઈ પટેલ પણ પાર્ટી લઈને આવ્યા ને ભાજપા એમાં સફળ થયું હોવાનો ટોણો દુધાતે કરીને 30 વર્ષથી ભાજપ રાજ કરતું હોવાનું જણાવ્યું હતું અમરેલી જિલ્લામાં લીલીયા બાદ સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ બાદ અમરેલી, બાબરા, લાઠી, ધારી બગસરા સહિતના તાલુકા મથકો પર ત્રણ દિવસ સુધી કાર્યકર્તાઓને જોમ જુસ્સો સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂત થાય તેવા સમીકરણો કોંગ્રેસી નેતાઓએ તેજ કર્યા છે અને આગામી એક અઠવાડિયામાં તાલુકા વાઇજ કોંગ્રેસનું સંગઠન જાહેર થવાનું દુધાતે જણાવ્યું હતું..
