સુરત પશ્ચિમ વિધાનસભામાં આર્મી રીલીફ ફંડ અને પીએમ રીલીફ ફંડ એકત્ર કરાયુ
ફંડ ધારાસભ્ય પુર્ણેશ મોદીની આગેવાનીમાં કલેકટરાલયે જમા કરાયું
યુદ્ધ જેવી પરિસ્થિતી માટે ફંડ એકત્રિત કરી દેશભક્તિના દર્શન કરાવ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સર્જાયેલી સ્થિતિ વચ્ચે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદીની આગેવાનીમાં આર્મી રીલીફ ફફંડ અને પ્રધાનમંત્રી રીલીફ ફંડ એકત્ર કરાયુ હોય જે રીલીફ ફંડ પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુર્ણેશ મોદીની આગેવાનીમાં કલેકટરાલયે જમા કરાવવામાં આવ્યુ હતું.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં નિર્દોષ લોકો શહિદ થયા હતા. જેનો બદલો પાકિસ્તાન પાસે ભારતે હુમલો કરી લીધો હતો. અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી દેશના જવાનો માટેના આર્મી રીલીફ ફંડ અને પ્રધાનમંત્રી રીલીફ ફંડ માટે નાગરિકો પાસેથી એકત્રિત કરાયેલ ફાળાની રકમ પુર્વ કેબિનેટ મંત્રી અને હાલના સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણેશ મોદી સહિત સ્થાનિક આગેવાનો દ્વારા સુરત કલેકટરાલયે પહોંચી આર્મી રીલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલિફ ફંડ માટે એકત્ર કરાયેલ ફાળાની રકમ જમા કરાવાઈ હતી. અને પોતાની દેશભક્તિના દર્શન કરાવ્યા હતાં.