વાલોડ તાલુકાની ગ્રામસભામાં વિવાદ
ગ્રામજનો અધિક નિવાસી કલેકટરએ પહોંચ્યા
હાલમાં રાજ્યભરમાં 2 ઓક્ટોબર એ યોજાતી ગ્રામસભાઓમાં નવા નવા મુદ્દાઓને લઈને વિવાદો ઊભા થઈ રહ્યા છે. તાલુકા તથા ગ્રામસ્તરે વિવિધ કામોમાં ગેરરીતિના આક્ષેપો થતા પરિસ્થિતિ તંગ બની રહી છે.
વાલોડ તાલુકાના કમાલછોડ ગ્રામ પંચાયત માં પણ આવો જ વિવાદ સામે આવ્યો છે, જ્યાં ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તાલુકા પંચાયતના વિકાસ ના કામોમાં ગેરરીતિ થઈ રહી છે. કેટલાક પાસ થયેલા કામો કાગળ પર પૂરાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં યોગ્ય રીતે પૂરાં ન થતા લોકોમાં અસંતોષ ફેલાયો છે.ત્યારે ગ્રામજનો, સરપંચો, ડેપ્યુટી સરપંચો તેમજ તલાટીઓ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેનું મુખ્ય કારણ એ કે ડેપ્યુડી સરપંચ અભદ્ર ભાષામાં ગેરવર્તન ગ્રામ જનો સાથે કર્યો હતો અને હોબાળો થયો અંતે, મોટી સંખ્યામાં ગ્રામજનો અધિક નિવાસી કલેકટર સાહેબના નિવાસે પહોંચી રજૂઆત કરી હતી કે આ ગ્રામસભા ફરીથી યોજવામાં આવે અને જિલ્લા સ્તરના નોડલ અધિકારીની હાજરીમાં નિષ્પક્ષ રીતે બંને પક્ષોને સાંભળીને ન્યાયપૂર્ણ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોની માંગ છે કે લોકહિતના કાર્યોમાં પારદર્શિતા રાખવામાં આવે અને ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
