સુરતના રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
બે યુવાનો પર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કરાયો
લાકડાના ફટકા અને લોખંડની પાઈપ તથા તલવાર વડે હુમલો કરાયો
લાલગેટ પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપ કરાયો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં રામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ જુના ઝઘડાની અદાવતમાં બે યુવાનો પર હુમલો કર્યો હતો. જુના ઝઘડામાં સમાધાન કરવાનુ કહી સાત થી આઠ લોકો દ્વારા હુમલો કરાતા ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. તો લાલગેટ પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્તોએ સુરત પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી હતી.
સુરતમાં ઘણા સમયથી અસામાજીક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવા છતા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં રમપુરા વિસ્તારમાં બે યુવાનો પર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કરાયો હતો. વાત એમ છે કે આદીલ પઠાણ અને એઝાઝ અંસારી નામના યુવાનોનો અગાઉ થયેલા ઝઘડાની અદાવતા રાખી સામેવાળા અસામાજિક તત્વો દ્વારા જુના ઝઘડામાં સમાધાન કરવા એટલે કે પતાવટ કરવા દબાણ કરાતુ હતુ અને સમાધાન માટે તેઓ રાજી ન થતા તેઓ પર સાત થઈ આઠ જેટલા અસામાજિક તત્વો દ્વારા લાકડાના ફટકા અને લોખંડની પાઈપ તથા તલવાર વડે હુમલો કરાયો હતો. જેમાં બન્ને યુવાનો એઝાઝ અંસારી અને આદીલ પઠાણને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. તો બનાવને લઈ લાલગેટ પોલીસ ફરિયાદના આધારે કામગીરી ન કરતી હોવાના આક્ષેપો ઈજાગ્રસ્તો દ્વારા કરાયા હતા અને હાલ ઈજાગ્રસ્તો દ્વારા પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરાઈ છે.