સુરત : જૂની અંગત અદાવતને લઇને યુવક પર જાહેરમાં હુમલો
બોલાચાલી અને ગાળા-ગાળીના મામલામાં પોલીસે કાર્યવાહી કરી
ઘટનાના સીસીટીવીમાં કેદ થતાં આરોપીની અટકાયત કરાઈ
સુરતના ઉન-ભેસ્તાન વિસ્તારમાં એક જૂના ઝઘડાની અદાવતને લઈને થયેલી બોલાચાલી અને ગાળા-ગાળીના મામલામાં પોલીસે કાર્યવાહી કરી છે. ઘટનાના સીસીટીવીમાં કેદ થતાં આરોપીની અટકાયત કરાઈ છે.
સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 12 ઓક્ટોબરના રોજ સાંજના આશરે 8 વાગ્યાની આસપાસ ઉન-ભેસ્તાન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી રિયાઝ લતીફ અહેમદ અન્સારીએ કહ્યુ હતુ કે તે ભેસ્તાનનો રહેવાશી છે અને તે બરકત ચાની હોટલ પાસે ઊભો હતો. તે જ સમયે આરોપી જીબ્રામ ઉશિંદ આલમ ખાન ત્યાં આવ્યો હતો. અને રિયાઝ અંસારી સાથે જીબ્રામે જૂના ઝઘડાની અદાવત રાખી બોલાચાલી શરૂ કરી ગંદી ગાળાગાળી આપી હતી જેથી રિયાઝે તેને ગાળાગાળી કરવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને મારામારી કરી હતી. બનાવને લઈ આ મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી જીબ્રામની અટકાયત કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
