સુરત : કરોડો રૂપિયા પડાવી ભાગી છુટેલા ઠગોને સરથાણા પોલીસે ઝડપ્યા
25 થી વધુ લોકોના આશરે 1.50 કરોડ રૂપિયા ખાઈ ભાગી છુટ્યો હતો
પોલીસે બે આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના ઓલપાડમાં પ્રોજેક્ટ બનાવવાના નામે કરોડો રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી ભાગી છુટેલા ઠગોને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતના ઓલપાડના કુડસદ ગામે વર્ષ 2016માં રોયલ રેસીડેન્સી નામનો પ્રોજેક્ટ મુકાયો હતો. તો સરથાણા ખાતે આવેલ રોયલ આર્ખેડ ખાતે ઓફિસ ખોલી અનેક લોકોને 36 મહિના માં મકાનો તૈયાર કરી લોકોને સોંપવાના વાયદાઓ કરી સ્કીમ આપી લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતાં. જો કે ત્યારબાદ વર્ષ 2019માં આ પ્રોજેક્ટમાંથી બુલેટ ટ્રેન પસાર થવા અંગેની જાહેરાત કરાઈ હતી. અને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન બાબતે સરકાર દ્વારા 3.50 કરોડ બિલ્ડરને મળ્યા હતા. જેથી 25 થી વધુ લોકોને રૂપિયા પરત આપ્યા વગર આશરે 1.50 કરોડ રૂપિયા બિલ્ડરે લોકોના ખાઈ ભાગી છુટ્યો હતો. જેને લઈ ભોગ બનેલા લોકોએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
