સુરત : લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગ ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત : લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગ ઝડપાયો
ધીરજ હુકમચંદ કોઠારી સલાબતપુરા બેગમપુરા ખાતેથી ઝડપાયો

સારોલી પોલીસે બાતમીના આધારે લાખોની કાપડની ઠગાઈ આચરી ભાગી છુટેલા ઠગોમાંથી એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરતમાં દિવાળી પહેલા કાપડ માર્કેટમાં ઠગાઈના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના સારોલી પોલીસ મથકમાં વેપારી દિલીપ કાથરોટીયાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ચંદ્રકાંત લીગપ્પા ઈતનીયલ, રાજેશ બલદેવ રાઠી, ધિરજ કોઠારીનાઓએ તેઓને વિશ્વાસ અને ભરોસો અપાવી તેઓ પાસેથી લાખઓનો કાપડનો માલ ઉધરીમાં લઈ જઈ થોડા રૂપિયા આપ્યા બાદ બાકી રહેલા 26 લાખ 61 હજારથી વધુ ન આપી ઠગાઈ આચરી હતી જે અંગે સારોલી પોલીસે પી.આઈ. એસ.આર. વેકરીયા અને પીએસઆઈ એસ.આર. રાણાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી અ.પો.કો. મેહુલ અને અ.પો.કો ભરતને મળેલી બાતમીના આધારે ઠગ આરોપી ધીરજ હુકમચંદ કોઠારીને સલાબતપુરા બેગમપુરા ખાતેથી ઝડપી પાડ્યો હતો જ્યારે ચંદ્રકાંત અને રાજેશને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *