અમદાવાદ પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યોના આક્ષેપ
રાત્રે ગાર્ડનમાં ગયેલા કિશોરોને બહાર કાઢી માર્યો લાફો.
કિશોરના પરિવારને કાયદેસરની કાર્યવાહી કરવાની આપી ધમકી.
અમદાવાદમાં બે કિશોર ગાર્ડનમાં રાત્રે ગયા હોવાથી પોલીસની પીસીઆર ગાડીએ કિશોરને બહાર કાઢી લાફો માર્યો હોવાના આક્ષેપ પોલીસ કરી રહી છે. જોકે, આ અંગે અમદાવાદ પોલીસ કે કિશોરના પરિવાર બંન્નેમાંથી કોઈએ આ અંગે ફરિયાદ નોંધાવી
શહેરમાં વધુ એકવાર પોલીસ કર્મીઓની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં પોલીસ કર્મીએ કિશોરને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સામાન્ય માણસોનો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે. બે કિશોર ગાર્ડનમાં રાત્રે ગયા હોવાથી પોલીસની પીસીઆર ગાડીએ કિશોરને બહાર કાઢી લાફો માર્યો હોવાના આક્ષેપ પોલીસ કરી રહી છે. આ વીડિયો શહેરના વાસણા વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે, પોલીસ અને કિશોરનો પરિવાર એકબીજા સામે આવી ગયા હતા. પરિવાર પોલીસનો વીડિયો ઉતારતા હતા જે બાદ પોલીસે પરિવારને કાયદેસર ફરિયાદ નોંધાવવાની પણ ધમકી આપી હતી. જોકે, આ કેસમાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ વાયરલ વીડિયો ક્યારના છે અને ક્યાંના છે તે પણ તપાસનો વિષય છે. અમે આ વીડિયોની કોઈ પુષ્ટિ નથી કરી રહ્યા.
અમદાવાદ શહેરમાં પોલીસનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. પરિવારે પોલીસ પર તેમના દીકરાને માર મારવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી બાજુ પોલીસે બે કિશોર ગાર્ડનમાં રાત્રે ગયા હોવાથી PCR વાનના કર્મીઓએ કિશોરને બહાર કાઢી લાફો માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે, પોલીસે કિશોરને માર્યા બાદ તેનો પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે પરિવારે પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ કરીને તે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. પરિવારનો આક્ષેપ એવો પણ છે કે, પોલીસે તેમના હાથમાંથી મોબાઈલ ખૂંચવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પરિવાર સાથે ઉચ્ચ અવાજ અને દાદાગીરી કરીને વાતો કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
