રાજકોટમાં ચોમાસાને લઈને મનપાએ કરી તૈયારીની સમીક્ષા.
સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા સુરક્ષાને લઈને પણ સમીક્ષા કરાઈ.
વોકળા સફાઈ અને હોર્ડિંગ બોર્ડની સુરક્ષાની કરાઇ સમીક્ષા.
રાજકોટ શહેરમાં ગત સપ્તાહે 65 થી 70 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. જેને પગલે મનપા સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા સુરક્ષાને લઈને પણ સમીક્ષા બેઠક કરાઈ.
રાજકોટ શહેરમાં ગત સપ્તાહે 65 થી 70 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરમાં કિસાનપરા ચોક અને 41-જાગનાથમાં બે મોટા હોર્ડિંગ ધરાશાયી થયા હતા અને ત્યારબાદ પણ એડ એજન્સીઓ સામે કોઇ પગલાં લેવામાં ન આવ્યા હોય રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને મનપાના હદ વિસ્તારમાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડનું પ્રિ-મોન્સૂન ચેકીંગ કરાયું છે કે કેમ ? જો પ્રિ-મોન્સૂન ચેકિંગ કરાયું હોય તો તેમાં શું કામગીરી કરાઇ છે ? કેટલાને ક્યાં કારણોસર નોટિસ અપાઇ છે ? કેટલાને નોટિસ આપવાની બાકી છે તેની વોર્ડ વાઇઝ વિગતો માગતા શાસક પક્ષ દોડતું થયું છે અને આજરોજ સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક કરાઈ હતી જેમાં મુદાઓને લઇ ધરાઈ છે જે અંગે સ્ટેન્ડિંગ ચેરમેને વિગતવાર માહિતી આપી છે
કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર તેમજ યાજ્ઞિક રોડ ઉપર બે હોર્ડિંગ રોડ પર ખાબક્યા હતા. તે કઇ એજન્સીના હતા, તેની સામે શું પગલાં લેવાયા ? પગલાં લેવાયાની વિગતો જાહેર કેમ ન કરાઇ ? તે જણાવશો. હોર્ડિંગ્સ બોર્ડ ખૂબ જ જોખમી વસ્તુ છે. આગામી ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા અન્ય હોર્ડિંગ બોર્ડ રોડ પર નહીં પડે તેની ગેરંટી કમિશનર આપી શકે તેમ છે ખરા ? નિયમ કરતાં મોટી સાઇઝના હોર્ડિંગ બોર્ડ પકડાયા હોય તેવા કોઇ કિસ્સા ચેકિંગમાં ઝડપાયા છે ? પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત કિઓસ્ક બોર્ડ સામે કોઇ કાર્યવાહી કે નોટિસ બજવણી કરાઇ છે કે કેમ ? કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી