જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધરમના ધક્કા.
લાલ બંગલો સર્કલ ખાતે સેન્ટર બંધ થતાં અરજદારો રઝળ્યા.
આધારકાર્ડમાં નામ અને સરનામું બદલવા કલાકો ઉભા રહેવા મજબુર
રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃતિ માટે રેશનકાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું ફરમાન છે. તેમજ બાળકોના શિક્ષણ માટે આધારકાર્ડ અપડેટ કરવાને લઈને આધાર કેન્દ્રોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે
જામનગરમાં લાલ બંગલો સર્કલ ખાતે આવેલ સેન્ટરમાં આધારકાર્ડ કેન્દ્રમાં લોકોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી છે. આધાર કેન્દ્રોમાં લોકોને ટોકન આપવામાં આવે છે અને ટોકન સિસ્ટમ દ્વારા આધાર અપડેટ કરી આપવામાં આવે છે. અહીં નાના બાળકોથી લઈને મોટા તેમજ વૃદ્ધો આધાર અપડેટ કરવા માટે પહોંચી ગયા છે. દૂર દૂરથી ખાસ કરીને મહિલાઓ આધાર અપડેટ કરાવા માટે આવે છે. ત્યારે આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે અહીં અરજદારો બે બે ત્રણ ત્રણ વખત આધાર કાર્ડ કેન્દ્રના ધક્કા ખાતાઓની વિગતો સામે આવી છે. એક બાજુ રાજ્યમાં તમામ કામો ડિજિટલ કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ આધારકાર્ડમાં નામ અને સરનામું બદલો માટે લોકોને અનેક ધક્કા ખાવા પડે છે.
લાગવગિયાઓને તો લાઈનમાં ઉભા રહેવું પડતું નથી, પરંતુ સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમગ્ર મામલે પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. જામનગરના લોકો આધાર કાર્ડ અપડેટ જેવી મહત્વની કામગીરી માટે આટલી હાલાકી ભોગવવા મજબૂર કેમ બન્યા છે તે સવાલ ઉઠી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી