પાટણના સરસ્વતી તાલુકામાંથી ફસ્ટ એઇડ સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

પાટણના સરસ્વતી તાલુકામાંથી ફસ્ટ એઇડ સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ.
1500 રૂપિયા લઈ નકલી ફસ્ટ એઇડ સર્ટિફિકેટ
એસટી નિગમમાં કંડકટરની નોકરીએ લગવાનું કૌભાંડ સામે આવ્યું

ગુજરાતમાં લેભાગુ તત્ત્વો સરકારી ભરતીમાં કૌભાંડ આચરવાની ઘટનાઓ બની છે. ત્યારે પાટણ જિલ્લામાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. પાટણમાંથી કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીફિકેટ બનાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

ગુજરાતના પાટણમાં કંડક્ટર ભરતીમાં નકલી સર્ટીફિકેટનું કૌભાંડનો ભોગ સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતી પિન્કીબેન ઠાકોર ભોગ બની હતી. સરકાર દ્વારા વર્ષ 2023-2024માં કંડક્ટરની ભરતી બહાર પાડી હતી. ત્યારે એ માટે કન્ડક્ટરની ભરતી માટે સર્ટીફિકેટની જરુર હોય છે. તે માટે પિન્કીબેને એક યુવકના સંપર્કમાં આવી હતી. જેમાં યુવક દ્વારા 1500 રુપિયામાં કંડક્ટરનું સર્ટીફિકેટ બનાવી આપવાની વાત કરીને ગેરરીતિ આચરી હતી. અજાણ્યા યુવકે પિન્કીબેન ઠાકોરને પોતાની વાતમાં ફસાવીને પૈસા લઈને 7 દિવસની તાલીમ પછી સર્ટિફીકેટ બનાવી આપવાની વાત કરી હતી, જે દરમિયાન યુવકે 3 મહિનાનું માન્ય પ્રોવિઝન જ્હોન એમ્બ્યુલન્સ ઈન્ડિયા સ્ટેટ સેન્ટર નામની સંસ્થાનું સર્ટિફીકેટ આપ્યું હતું. યુવતી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. યુવકે ભોગ બનનાર યુવતીને કહ્યું કે, ટૂંક સમયમાં તાલીમ પૂર્ણ થયા બાદ ઓરીજિનલ સર્ટિફિકેટ મળી જશે.જે દરમિયાન યુવતીએ એ સર્ટિફીકેટના આધારે કંડક્ટરની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સર્ટીફિકેટ નિગમ દ્વારા જ્હોન એમ્બયુલન્સ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ સેન્ટરને મોકલવામાં આવ્યો હતો. ત્યારે જ્હોન એમ્બ્યુલન્સ દ્વારા એવો કોઈ ડોક્યુમેન્ટ ઈસ્યુ નથી કર્યો હોવાનું પત્રમાં જણાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સંસ્થાના પત્રને લઈને પિન્કીબેન ઠાકોરની કંડક્ટરની ઉમેદવારી રદ કરી દેવામાં આવી હતી.નકલી સર્ટીના લીધે યુવતીનું ભવિષ્ય બરબાદ થઈ ગયું હતું. તેમજ સમગ્ર કૌભાંડને લઈને યુવતીએ પોતાના હાથમાં આવેલી સરકારી નોકરી ગુમાવી દીધી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *