સુરત જિલ્લા સહકારી રાજકારણ માટે મહત્વપૂર્ણ ચૂંટણી

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લા સહકારી રાજકારણ માટે મહત્વપૂર્ણ ચૂંટણી
સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે 9 બેઠકો પર સવારે 9 વાગ્યાથી મતદાન
17 મી જુલાઈના પરિણામો જાહેર થશે

સુરત જિલ્લા સહકારી રાજકારણ માટે મહત્વપૂર્ણ ગણાતી સુમુલ ડેરીની ચૂંટણી માટે આજે 9 બેઠકો પર સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સુમુલ ડેરીની 9 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી મતદાન યોજાયો હતો. 15મી જુલાઈએ મતદાન બાદ 17મી જુલાઈએ સુમુલ ડેરીના બેન્ક્વેટ હોલમાં મતગણતરી હાથ ધરાશે. ઓલપાડ બેઠક પર સૌથી ઓછા 42 મતદારો નોંધાયા છે, જ્યારે સોનગઢ બેઠક પર સૌથી વધુ 176 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે કુલ સાત બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે તમામની નજર 9 બેઠકોના મતદાન અને 17 મી જુલાઈના પરિણામો પર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *