સુરતમાં ફરી બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફરી બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ
ઉમરા અને નાનપુરા પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી
પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી

સુરતમાં ફરી બોમ્બની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના ઉમરાની પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દોડતું થયું હતુ અને સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું.

સુરતમાં ફરી એક વખત બોમ્બની ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી. બે દિવસ અગાઉ સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ આજે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે દોડધામ મચી ગઈ છે. ધમકીની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને સ્થળોએ સઘન તપાસ હાથ ધરાયુ હતું. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જોકે પોલીસ ધમકી આપનારની ઓળખ માટે સાયબર ટીમની મદદથી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *