સુરતમાં વિચિત્ર અકસ્માતમાં બાઈક ચાલકનુ મોત નિપજ્યુ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વિચિત્ર અકસ્માતમાં બાઈક ચાલકનુ મોત નિપજ્યુ
હીરાના કારખાનેદારે બ્રેક મારતા બાઈક પરથી પટકાયા
સિટી બસ નીચે આવી જતા કારખાનેદારનુ મોત નિપજ્યુ

સુરતમાં વિચિત્ર અકસ્માતમાં બાઈક ચાલકનુ મોત નિપજ્યુ હતું. કતારગામ વિસ્તારમાંથી બાઈક પર પસાર થઈ રહેલા હીરાના કારખાનેદારે બ્રેક મારતા બાઈક પરથી પટકાયા હતા તો પાછળથી આવતી સિટી બસ નીચે આવી જતા કારખાનેદારનુ મોત નિપજ્યુ હતું.

સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકના કારણે 29 વર્ષીય હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ આકસ્માતમાં સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક કારખાનેદારે અચાનક બાઈકને બ્રેક મારતા તે પટકાયા હતા અને તે જ સમયે પાછળથી આવતી સિટી બસના ટાયર કારખાનેદાર પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *