સુરતમાં છરી બતાવી 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
શહેરના ડીંડોલી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા શખ્સની અટકાયત,
ભોગ બનનાર બાળક તેના ભાઈ સાથે વડાપાંવ ખાવા નીકળ્યો હતો
સુરતની ડિંડોલી પોલીસે ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનાર નરાધમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતમાં નાની બાળકીઓ સાથે બાળકો બાળકો પણ હવે સુરક્ષિત નથી. ત્યારે સુરતના ડીંડોલીમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર નરાધમ એવા સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેને ઝડપી પાડ્યો છે જેણે બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ બદકામ કર્યું હતું. તો નરાધમે બંને બાળકોને ચાકુથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. હાલ તો પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
