સુરતમાં આગામી ગુરૂવારના રોજ નિકળનાર શ્રી જગન્નાથ રથયાત્રા
અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત
સુરતમાં આગામી ગુરૂવારના રોજ નિકળનાર શ્રી જગન્નાથ રથયાત્રા-2026ને અનુલક્ષીને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
સુરતમાં આગામી ગુરૂવારના રોજ ભવ્ય જગન્નાથ રથ યાત્રાનુ આયોજન કરાનાર છે. ત્યારે સુરતમાં નિકળનાર શ્રી જગન્નાથ રથયાત્રા 2026ને લઈ સુરતના અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. સાથે જ નાગરિકોને પોલીસને સહયોગ આપી ભાઈચારો, શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવાની અપીલ પણ કરવામાં આવી હતી.
