ડુમસ આર્ટ પ્રોજેક્ટ 11 મી આવૃત્તિ ધ ફ્યુચર ઇઝ નાઉ’
પદ્મ ભૂષણ શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર ડૉ. મલ્લિકા સારાભાઈ
ટેસ્લા ‘કલાકાર’ના અનાવરણ સાથે ઉત્સવનો પ્રારંભ કર્યો
અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું
યુજ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ આઠ ફેબ્રુઆરી, 2026 ના રોજ ‘ધ ફ્યુચર ઇઝ નાઉ’ થીમ સાથે શરૂ થઈ છે.
યુજ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ ‘ધ ફ્યુચર ઇઝ નાઉ’ થીમ સાથે શરૂઆત થઇ, 2010 માં પદ્મ ભૂષણ મેળવનાર પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર ડૉ.મલ્લિકા સારાભાઈએ પરંપરાગત દીપ પ્રાગટ્ય સમારોહ અને ટેસ્લા ‘કલાકાર’ના અનાવરણ સાથે ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. દર્પણ એકેડેમી, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ફાઇન આર્ટ ગેલેરી સહિત વીઆર સુરતમાં કલા સ્થાપનોનું વિશિષ્ટ પ્રદર્શન યોજાયુ હતું.
