સુરતમાં ભારે વરસાદની સ્થિતિ પર વહીવટી તંત્રની સતત નજર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારે વરસાદની સ્થિતિ પર વહીવટી તંત્રની સતત નજર
આઈસીસીસીસી ખાતે મેયર, કલેક્ટર અને મનપા કમિશનર
વરસાદની અસર, પાણી ભરાવ, રાહત અને બચાવ કામગીરી તેજ

સુરતમાં ભારે વરસાદની સ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું હોય તેમ આઈસીસીસીસી ખાતે મેયર, કલેક્ટર અને મનપા કમિશનર સહિતના અધિકારીઓએ હાઈ લેવલ મોનિટરિંગ હાથ ધર્યું હતું.

સુરતમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે આઈસીસીસી ખાતે મેયર માયાબહેન માવાણી, કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણા તેમજ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સહિતના ઉચ્ચ અધિકારીઓએ વર્તમાન સ્થિતિનું સઘન મોનિટરિંગ કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની અસર, પાણી ભરાવ, રાહત અને બચાવ કામગીરી તેમજ તંત્રની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. નાગરિકોને સમયસર મદદ મળી રહે તે માટે તમામ વિભાગોને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *