હવામાન વિભાગની આગાહીથી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર.

Featured Video Play Icon
Spread the love

હવામાન વિભાગની આગાહીથી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર.
આગામી 7 દિવસ હીટવેવની શક્યતા નહિ.
આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ત્રણ-ચાર દિવસ ગરમીમાં ઘટાડો નોંધાશે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું જવાની સંભાવના છે. 2-3 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં ઘટાડો નોંધાશે, જોકે રાજકોટમાં આજે પણ 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 22થી 24 તારીખ દરમિયાન દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી આબોહવા રહેશે. આગામી 7 દિવસની આગાહી મુજબ 19 તારીખે પશ્ચિમ ભારતના તમામ ભાગોમાં પુષ્કળ પવન ફૂંકાવાની સંભાવના છે, જ્યારે 20 અને 21 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે. 22 તારીખ બાદ પવનની ગતિમાંથી થોડી રાહત મળશે અને 23-24 તારીખથી ફરીથી ગરમીમાં વધારો નોંધાઈ શકે છે.

આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત્ છે, પણ બે દિવસ દક્ષિણ ગુજરાત સિવાયના સમગ્ર રાજ્યમાં ડમરી ઊડે એવા પવનો ફૂંકાઈ શકે છે. કચ્છ, ઉ.ગુજરાતના વિસ્તારો પવનની ગતિ વધારે હશે. 20-30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *