જામનગરમાં કોંગ્રેસી કોર્પોરેટરનો અનોખો વિરોધ.

Featured Video Play Icon
Spread the love

જામનગરમાં કોંગ્રેસી કોર્પોરેટરનો અનોખો વિરોધ.
કોર્પોરેટર રચના નંદાણીયાએ જનરલ બોર્ડ પહેલા કર્યો વિરોધ.
કપડાં પર કરન્સી નોટ અને કાદવ ચોપડી પહોંચ્યા ટાઉનહોલ.

જામનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા પહેલા કોંગ્રેસી નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના કપડાં પર કાદવ અને નકલી ચલણી નોટો લગાવીને ટાઉનહોલ ખાતે પ્રદર્શન કર્યું હતું.

જામનગર મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભામાં વિપક્ષ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ગુલાબ નગર વિસ્તારની ગંભીર ભૂગર્ભ ગટર સમસ્યાને લઈને અનોખો વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, આ વિસ્તારના રહીશો ગટરની સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો કે લોકોના ટેક્સના નાણાં ગટરમાં વેડફાઈ રહ્યા છે. નગરસેવિકાએ આ અનોખા વિરોધ દ્વારા પાલિકા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો મુખ્ય મુદ્દો હતો કે સ્થાનિક રહીશોની મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓ તરફ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.

આજ જામનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા પહેલા કોંગ્રેસી નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતા પોતાના કપડાં પર કાદવ અને નકલી ચલણી નોટો લગાવીને ટાઉનહોલ ખાતે પ્રદર્શન કર્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *