સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટી બાદ મૌત
બે વર્ષના દીકરાનુ મોત થતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝાડા ઉલ્ટી થયા બાદ બે વર્ષના દીકરાનુ મોત થતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.
સુરતમાં ચોમાસાની સાથે જાણે રોગચાળાએ માથુ ઉંચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવી છે. જેમાં શ્રમજીવી પરિવારના બે વર્ષના બાળકને ઝાડા ઉલ્ટી થયા બાદ તેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબોએ બાળકને ચેક કરતા તેનુ મોત નિપજ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.