લીમખેડાના ચીલાકોટામાં આગનો બનાવ
20થી વધુ મકાનો બળીને ખાક થયા
ભારે પવન ને પગલે આકસ્મીક સંજોગો થી લાગી આગ
દાહોદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો
દાહોદ : લીમખેડા તાલુકાના ચીલાકોટા ખાતે મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આકસ્મિક આગની ચપેટમાં આવી જતા 20 વધુ મકાનો બળીને ખાક થયા હતા.
દાહોદના લીમખેડામાં ભીષણ આગની ઘટના બની છે. લીમખેડાના ચોલાકોટામાં 20થી વધુ મકાનમાં આગ લાગી છે. ચીલાકોટાના મેડા ફળીયામાં આગ લાગી છે. હાલમાં આગ લાગવાની કારણ અકબંધ છે. ભારે વરસાદ અને ભારે પવનને પગલે મકાનોમાં આકસ્મિક આગ લાગી છે. આગની ઘટનાને પગલે દાહોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે હાલ જેમના મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે, તે તમામ લોકોને પ્રાથમિક શાળામાં આશરો અપાયો છે.