અમદાવાદની શાળાઓના શિક્ષકો પર લાગ્યા આક્ષેપ
શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરાવતા હોવાનો આરોપ.
વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન માટે દબાણ કરતા હોવાનો દાવો.
ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને કરી ફરિયાદ
અમદાવાદ શહેરની 13 સ્કૂલોના 23 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટયુશન રાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપો સાથે ડીઈઓ કચેરીમાં ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીઓ ટયુશન રાખવા મજબુર બને એ માટે ધોરણ.10માં ઈન્ટર્નલ માર્કસ આપવા માટે શિક્ષકો દ્વારા બ્લેકમેઈલ કરાતું હોવાની ફેડરેશન ઓફ એકેડેમિક એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે
અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને ટયુશનિયા શિક્ષકો, ડે સ્કૂલ અને ડમી સ્કૂલની માહિતી આપી હતી. ફેડરેશન દ્વારા ગૂગલ લિંક અને ક્યુઆર કોડ દ્વારા વાલી તથા વિદ્યાર્થીઓ પાસેથી ડે સ્કૂલ અને શાળાના ટયુશન કરતા શિક્ષકોની માહિતી મગાવી હતી. આ માહિતી DEOને આપવામાં આવી છે.
અમદાવાદ શહેરની 13 સ્કૂલોના 23 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટયુશન રાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપો સાથે ડીઈઓ કચેરીમાં ફરિયાદ થઈ છે. વિદ્યાર્થીઓ ટયુશન રાખવા મજબુર બને એ માટે ધોરણ.10માં ઈન્ટર્નલ માર્કસ આપવા માટે શિક્ષકો દ્વારા બ્લેકમેઈલ કરાતું હોવાની ફેડરેશન ઓફ એકેડેમિક એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી