સુરતમાં નવસારી બજાર ખાતે મોડેલ આપઘાત કેસ
પિતાએ તેના પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
મોડેલ અંજલી વરમોલાએ ગત 8 જુનના રોજ ઘરે ગળે ફાંસો ખાધો હતો
સુરતમાં નવસારી બજાર ખાતે રહેતી મોડેલએ કરેલા આપઘાત મામલે મોડેલના પિતાએ તેના પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર ખાતે રહેતી મોડેલ અંજલી વરમોલાએ ગત 8 જુનના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અનેક એડ એજન્સી સાથે સંકળાયેલા મોડેલ અંજલી વરમોરાના આપઘાતને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલમાં અઠવા પોલીસ મથકે મોડેલ અંજલી વરમોરાના આપઘાત મામલે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવાઈ છે. મોડેલના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેમની દિકરી મુળ ભાવનગરનો અને હાલ અમરોલી મીરા રેસીડેન્સી ખાતે રહેતા ચિંતન ધરમદાસ અગ્રવાત સાથે પ્રેમ સંબંધમાં હતી. જો કે લગ્નની વાત આવતા જ આરોપી ચિંતનએ અંજલીને એમ કહ્યુ હતુ કે તે નીચિ જાતિની છે અને પોતે ઉંચી જાતીનો છે જેથી તેની સાથે લગ્ન નહી કરે. જો કે અંજલિ લગ્ન કરવા માટે વારંવાર કહેતી હોય જો કે આરોપી ચિંતનએ લગ્ન કરવાની ના પાડી માનસિક ત્રાસ આપ્યુ હતુ જેને લઈ અંજલિએ આપઘાત કર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ તો આ મામલે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.