સુરતની અઠવા પોલીસે બે દેશી હાથ બનાવટના હથિયાર પકડ્યા
હથિયાર તથા ત્રણ જીવતા કારતુસ રાખનારને ઝડપ્યો
પોલીસે નાશિર ખાન પઠાણને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કર્યુ
સુરતની અઠવા પોલીસે બે દેશી હાથ બનાવટના હથિયાર તથા ત્રણ જીવતા કારતુસ રાખનાર માથાભારે આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કર્યુ હતું.
સુરતમાં માથાભારે આરોપીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરતની અઠવા પોલીસે બે દેશી બનાવટના હથિયાર અને ત્રણ જીવતા કારતુસ રાખનાર નાશિર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી હથિયારો કબ્જે કર્યા હતા. આરોપી નાશીર ખાન પઠાણે હથિયાર જમીનમાં દાટ્યા હતાં. જેને લઈ અઠવા પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે ગઈ હતી અને ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.