વિસાવદર બેઠક પર BJP – કોંગ્રેસને પછાડી AAP વિજેતા
ગોપાલ ઇટાલીયાએ કહ્યું ભાજપે આ ચૂંટણીને આડે પાટે ચડાવવા મહેનત કરી,
યગ્નેશ દવેએ કહ્યું વિસાવદરમાં ક્યાં મુદ્દે હાર્યા તેની સમીક્ષા કરવામાં આવશે
જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત થઈ છે.
આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલીયા કાર્યકર્તાઓ સાથે ગ્રામીણ કક્ષાએથી લઈ શહેરી કક્ષા સુધી નાનામાં નાના ખેડૂત વેપારી રત્ન કલાકારો અને તમામ સમાજના આગેવાનો સાથે મીટીંગો યોજી મત આપવા અપીલ કરી હતી. અને આખરે ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટી એ કરેલી અપીલ રંગ લાવ્યો હતી અને ગોપાલ ઇટાલીયા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા ને હરાવી જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. વિજય મેળવ્યા બાદ ગોપાલ ઇટાલીયા એ બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના લોકો સાથે રેલી યોજી હતી. વિજય બાદ આયોજિત રેલીમાં ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું: “તમે એક વકીલને મત આપ્યો છે. હવે વકીલ જાણે ને મામલતદાર જાણે
ગોપાલ ઇટાલિયાએ જીત બાદ ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપે ચૂંટણીને આડે પાટે ચડાવવા ઘણી મહેનત કરી પરંતુ તમે બધાએ સાથે મળી ભાજપને રોડે ચડાવી દીધું, તમે બધાએ સાબિત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત કે દારૂની તાકાત મોટી નથી, સત્તાની તાકાત મોટી તાકાત નથી, ગુંડાની તાકાત મોટી તાકાત નથી, પરંતુ કરોડો લોકોના સંકલ્પની તાકાત શ્રેષ્ઠ તાકાત છે. ભારતીય જનતા પાર્ટીએ દારૂ મોકલ્યો ગુંડાઓ મોકલ્યા અને સરકારી તંત્રનો ગેર ઉપયોગ કર્યો પરંતુ વિસાવદરના નાગરિકોના સંકલ્પના દમ પર આ જીત મળી છે ત્યારે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે ગોપાલ ઈટાલીયાના આક્ષેપો બાદ પોતાની પ્રતિક્રિયામાં શું કહ્યું સાંભળો
જ્યારે કોઈપણ પાર્ટીનો ઉમેદવાર જીતે ત્યારે તેમના કાર્યકર્તાઓ પાર્ટીના આગેવાનો મળી ઉજવણી કરતા હોય છે. પરંતુ આજે વિસાવદરના લોકો અને આખું ગુજરાત આ ચૂંટણીની જીતની ઉજવણી કરી રહ્યું છે. સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક 18 વર્ષ પછી જીતવાનું ભાજપનું સપનુ અધૂરું રહ્યું છે. સોમવારે જાહેર થયેલા પેટા ચૂંટણીના પરિણામ મુજબ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17,581 મતે ભાજપના કિરીટ પટેલને હાર આપી છે. કોંગ્રેસના રાણપરીયાને 5491 મત મળ્યા છે, જે કુલ વોટીંગના માત્ર 3.70 ટકા જ થતા તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 39,452 મતે કોંગ્રેસના રમેશ ચાવડાને હાર આપી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી