જામનગર રણજીત સાગર ડેમ ઓવરફલો.
મેયર, પાલિકાના અધિકારીઓએ કર્યા નવા નીરના વધામણાં.
લોકોને નદીના પટમા અવરજવર નહીં કરવા મેયરે કરી અપીલ.
જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ રવિવારે પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હતો. આ પ્રસંગે નવા નીરના વધામણાં કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ રવિવારે પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થતા નવા નીરના વધામણાં કરવા માટે કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી અને મેયર વિનોદભાઈ ખીમસૂરિયાએ હાજરી આપી હતી. ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રણજીત સાગર ડેમમાં નવા નીરના વધામણાં કરવા માટે કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી અને દંડક કેતનભાઇ નાખવાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની અને કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઇ વરણવા સહિત અન્ય કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓએ હાજરી આપી હતી. સૌએ શ્રીફળ અને પુષ્પવૃષ્ટિ દ્વારા નવા નીરનું સ્વાગત કર્યું હતું. રણજીત સાગર ડેમ જામનગર મહાનગરપાલિકાની માલિકીનો એકમાત્ર જળાશય છે, જે શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી