અમદાવાદમાં બ્રેકઅપ બાદ બોયફ્રેડને ફસાવવા પ્રેમિકાએ રચેલા કાવતરાનો પર્દાફાશ.
પ્રેમીએ લગ્ન કરી લેતા પ્રેમિકાએ બોમ્બની ધમકી આપી
11 રાજ્યોની પોલીસને દોડાવી અંતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પોલીસે ચેન્નાઈથી રેની જોશીલ્ડા નામની એક યુવતીની ધરપકડ કરી છે. 11 રાજ્યોની પોલીસ આ સાયબર ગુનેગારને ટ્રેક કરવામાં લાગી હતી
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પોલીસે ચેન્નાઈથી રેની જોશીલ્ડા નામની એક યુવતીની ધરપકડ કરી છે. રેની રોબોટિક્સમાં ક્વોલિફાય છે અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. એકતરફી પ્રેમમાં રેનીએ દેશભરમાં ખોટી બોમ્બ ધમકીઓનું જાળું ફેલાવ્યું હતું. જેસીપી ક્રાઈમ બ્રાન્ચ શરદ સિંઘલે જણાવ્યું હતું કે રેની દિવિજ પ્રભાકર નામના વ્યક્તિ સાથે પ્રેમમાં હતી, પરંતુ ફેબ્રુઆરી 2025 માં દિવિજે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. બદલો લેવાની ઇચ્છામાં રેનીએ ડાર્ક વેબનો આશરો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઈમેલ આઈડી બનાવી અને ધમકીભર્યા મેઇલ મોકલ્યા. તેણીએ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ છુપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ એક નાની ભૂલથી તે પકડાઈ ગઈ. અમદાવાદ પોલીસ ચેન્નાઈ પહોંચી અને તેને પકડી પાડી છે.
આ કેસ ફક્ત ગુજરાત પૂરતો મર્યાદિત ન હતો. 11 રાજ્યોની પોલીસ આ સાયબર ગુનેગારને ટ્રેક કરવામાં લાગી હતી. રેની પાસેથી ઘણા ડિજિટલ અને કાગળના પુરાવા મળી આવ્યા છે, જેનાથી એક મોટા સાયબર ક્રાઈમ મોડ્યુલનો પર્દાફાશ થયો છે. રેનીની એક ભૂલ અમને તેના સુધી લઈ ગઈ. તેણે વિચાર્યું હતું કે તે ડાર્ક વેબ પર અદ્રશ્ય રહેશે, પરંતુ અમારા સાયબર ક્રાઈમ યુનિટની તીક્ષ્ણ નજરે તેને જાળમાં ફસાવી દીધી. આ ધરપકડ સાયબર ક્રાઈમ સામે એક મોટી જીત છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી