સાબરકાંઠા ખેડબ્રહ્મા અને વડાલીમાં ભારે વરસાદે તબાહી સર્જી.
ખેતરોમાં મગફળી અને કપાસના વાવેતરને ભારે નુકશાન.
ઇડર-ભિલોડા અને શામળાજી વચ્ચેનો મુખ્ય માર્ગ અવરજવર માટે બંધ
શનિ રવિવારની રાત્રિ દરમિયાન ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ આઠેક કલાકમાં 11 થી 12.5 ઇંચ વરસાદ ખાબકી જતાં તાલુકાના તમામ નદીનાાળા છલકાઈ ગયા હતા અને વાંઘા તથા નાળાના પાણી ખેતરોમાં ફરી વળતાં વાવેતરને ભારે નુકસાન થયાની આશંકા સેવાઇ રહી છે
ધરોઈ કાંઠા વિસ્તારમાં વધુ વરસાદ થયાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. શનિવારે મોડી સાંજે ખેડબ્રહ્મા, વડાલી પંથકમાં થંભી ગઈ હોય તેમ મોડી સાંજે 8:00 વાગ્યાથી ઈડર વડાલી ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ ચાલુ થયો હતો અને રાત્રે 8 થી 10 દરમિયાન વડાલીમાં બે ઇંચ ખેડબ્રહ્મામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો ત્યારબાદ બે કલાકમાં વડાલી તાલુકામાં ત્રણેક વરસાદ હતો અને પછીના બે કલાકમાં દોઢ ઇંચ તથા ત્રણ ઇંચ વરસાદ હતો. ત્યારબાદ રાત્રે બે થી સવારે 4:00 વાગ્યા દરમિયાન વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં 4-4- ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. છેલ્લા તબક્કામાં થયેલ સાંબેલાધાર વરસાદે તમામ નદીનાાળા છલકાવી દીધા હતા. વાંઘા અને નાળાના પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ઘૂસી ગયા હતા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોએ વાવેતર ફેલ જવાની આશંકા વ્યક્ત કરી હતી.
શનિવારે રાત્રે પડેલા ઇડર તાલુકામાં 5 ઇંચ પડેલા ભારે વરસાદના કારણે ઇડરના કાનપુર અને રેવાસ ગામ વચ્ચે ભેંસકા નદી ઉપર નવા પુલની કામગીરી ચાલી રહી છે ત્યાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન રોડ પાણીમાં તણાઈ ગયો હતો. પરિણામે, ઇડર-ભિલોડા અને શામળાજી વચ્ચેનો મુખ્ય માર્ગ અવરજવર માટે બંધ થઇ જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી