સુરતમાં મોહર્રમ સહિતના તહેવારોને પગલે શાંતિ સમિતિની બેઠક
ડીસીપી ઝોન 6 અને એસીપી આઈ ડિવિઝનની આગેવાનીમાં બેઠક
રવીવાર 6 જુલાઈના રોજ મોહર્રમ પર્વની ઉજવણી
સુરતમાં મોહર્રમ સહિતના તહેવારો આવી રહ્યા હોય જેને લઈ ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન છ અને એસીપી આઈ ડિવિઝનની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
આગામી રવીવાર 6 જુલાઈના રોજ મોહર્રમ પર્વની ઉજવણી થનાર છે સાથે હવે તહેવારો પણ આવી રહ્યા હોય જેને લઈ શાંતિ સમિતિની બેઠકનુ ભેસ્તાન પોલીસ મથક ખાતે આયોજન કરાયુ હતું. તહેવારો સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ દ્વારા દરેક પોલીસ મથક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરાય રહ્યુ છે તો સુરતના ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન છ, એસીપી આઈ ડિવિઝન, ભેસ્તાન પી.આઈ. અને સચીન ગ્રામ્ય પી.આઈ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિંદુ મુસ્લિમ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતાં. અને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા ચર્ચા કરાઈ હતી.
