સુરતમાં આપ કોંગ્રેસનું અનોખું ‘વિરોધ ગઠબંધન’

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આપ કોંગ્રેસનું અનોખું ‘વિરોધ ગઠબંધન’
ચૂંટણીના વેર ભૂલી ડીજીવીસીએલ મુદ્દે સાથે આવ્યા
ગઠબંધન સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું

ગુજરાતના રાજકારણમાં હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે સુરતમાં ડીજીવીસીએલ ની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરશે.

વિસાવદરની પેટા ચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું ચૂંટણી લડવામાં નહીં, પરંતુ વિરોધ કરવા માટે થયેલું આ ગઠબંધન સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગુજરાતની વિસાવદર પેટાચૂંટણીમાં AAP અને કોંગ્રેસે એકબીજા પર ભાજપ સાથે ભળી જવાનો આક્ષેપ કર્યો હતો. AAP એ તો સ્ટીંગ ઓપરેશન કરીને કોંગ્રેસ – ભાજપ AAP ને હરાવવા એક થયા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે કોંગ્રેસે AAP સામે બદનક્ષીની નોટિસ પણ ફટકારી હતી. આટલી રાજકીય કડવાશ અને આક્ષેપબાજી વચ્ચે, આ બંને પક્ષો આજે સુરતના કાપોદ્રા ખાતે આવેલી DGVCLની કચેરી સામે સંયુક્ત વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં માત્ર પોતાના પક્ષના નામનો ઉલ્લેખ છે અને વાંસદાના આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લા બોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. કોંગ્રેસની યાદીમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના નામનો ઉલ્લેખ નથી. જોકે, બંને પક્ષોની યાદીમાં વિરોધ પ્રદર્શન માટેનો સમય સવારે 10:30 વાગ્યાનો અને સ્થળ DGVCL કચેરી, ઉર્જા સદન, કાપોદ્રા, સુરત એક જ દર્શાવવામાં આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *