સુરતના અમરોલી પોલીસ મથકમાં ક્રાઈમ બ્રાન્ચની યુનિટ
સુરત પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ
ગુનેગારો ઉપર લાલ આંખ કરી બાજ નજર રાખવા પોલીસ કડક બની
સુરતના અમરોલી પોલીસ મથકમાં ડી સ્ટાફની કચેરી ખાતે ક્રાઈમ બ્રાન્ચની અમરોલી યુનિટનુ સુરત પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
સુરતમાં વધતી વસતી સાથે પરપ્રાંતિયો પણ વધી રહ્યા હોય જેને લઈ સુરતમાં ગુનાઓને અંકુશમાં લેવા અને ગુનેગારો ઉપર લાલ આંખ કરી બાજ નજર રાખવા માટે સુરત પોલીસ કડક બની છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે અમરોલી પોલીસ મથકમાં ક્રાઈમ બ્રાન્ચની અમરોલી યુનિટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચની અમરોલી યુનિટનુ લોકાર્પણ કરાયુ હતું.