અરવલ્લીના ભિલોડા તાલુકાના રીંટોડા ગ્રામ પંચાયતની ચૂંટણી

Featured Video Play Icon
Spread the love

અરવલ્લીના ભિલોડા તાલુકાના રીંટોડા ગ્રામ પંચાયતની ચૂંટણી
ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના ડાહીબેન જોશીનું પ્રેરણાદાયી મતદાન
યુવા પેઢીને મતદાનનું મહત્વ સમજાવવા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

અરવલ્લીના ભિલોડા તાલુકાના રીંટોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના ડાહીબેન જોશીનું પ્રેરણાદાયી મતદાન

આજ 22 જૂનના ગુજરાતની પંચાયત ચૂંટણીઓના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના રીંટોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. રીંટોડા ગામના સૌથી વયોવૃદ્ધ નાગરિક, 100 વર્ષથી વધુ વય ધરાવતા ડાહીબેન મોતીરામ જોશીએ જાતે ચાલીને મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મત આપ્યો હતો. એકલવાયું જીવન જીવતા ડાહીબેનની આ ઉમદા કૃત્યએ યુવા પેઢીને મતદાનનું મહત્વ સમજાવવા એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડાહીબેનની સંભાળ રાખનાર કાન્તીભાઈ ઉપાધ્યાય, વડીલ વસંતભાઈ ત્રિવેદી અને પારુલબેન ઉપાધ્યાયની મદદથી તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા. ડાહીબેનની મતદાન પ્રત્યેની ઉત્સુકતા અને જવાબદારીની ભાવના ખરેખર પ્રશંસનીય છે. કાન્તીભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ડાહીબેન મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે મતદાનની કાપલી આપવા આવ્યા ત્યારથી તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આજે સવારે જ્યારે મતદાનની વાત થઈ, તેઓ તરત જ તૈયાર થઈ ગયા અને મતદાન મથકે જવા નીકળ્યા.

ડાહીબેનનું આ પગલું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક નાગરિકની સહભાગિતાનું મહત્વ દર્શાવે છે. તેમની ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં, તેમણે લોકશાહીના આ પર્વમાં ભાગ લઈને સમાજને એક સંદેશ આપ્યો છે કે મતદાન એ ફરજ નહીં, પરંતુ દરેક નાગરિકનો અધિકાર અને ગૌરવની વાત છે. આ ઘટનાએ રીંટોડા ગામના અન્ય મતદારોમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો હતો. ગુજરાતની આ પંચાયત ચૂંટણીઓને ‘મતદાનનો શતાબ્દી મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહી છે, અને ડાહીબેન જેવા નાગરિકોનું યોગદાન આ મહોત્સવને વધુ યાદગાર બનાવે છે. તેમનું આ કાર્ય નવી પેઢીને મતદાન પ્રત્યે જાગૃત થવા અને લોકશાહીને મજબૂત કરવા પ્રેરણા આપે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *