સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સિધી તરાપ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સિધી તરાપ
ઉધનામાં દિન દહાડે હત્યા કરાતા ચકચાર મચી ગઈ
પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સિધી તરાપ લાગી હોય તેમ ઉધના વિસ્તારમાં દિન દહાડે હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો.

સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં દિનદહાડે હત્યાની ઘટના બની હતી. સુરતના ઉદના વિસ્તારમાં બીઆરસી નજીક નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક ઈસમ પર જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. તો પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરવાની સાથે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *