સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનના દબાણ
વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો
બધા દબાણ દૂર કરો ફક્ત મારું કેમ દબાણ દૂર કરો છો
સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનના દબાણ વિભાગ પર વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો કરાયા હતાં.
સુરતમાં દબાણની કામગીરીને લઈ દબાણ ખાતા સામે વારંવાર આક્ષેપો કરાતા હોય છે. ત્યારે સુરતના રાંદેર ઝોનના દબાણ વિભાગ પર ગંભીર આક્ષેપ કરાયા હતાં. અને જણાવાયુ હતુ કે દબાણ વિભાગ દ્વારા વ્હાલાદાવલાની નીતિ અપનવાઈ રહી છે. રોજનું કમાઈને રોજ ખાવા વાળા પર આટલું દબાણ શા માટે ? અને બધા દબાણ દૂર કરો ફક્ત મારું કેમ દબાણ દૂર કરો છો તેવા સવાલો કરાયા હતાં. સાથે દબાણ ખાતા સામે હપ્તા લેતા હોવાનો આરોપ પણ કરાયો હતો.
