સુરતમાં બળાત્કાર અને પોક્સો વીથ એટ્રોસીટીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
આરોપી નરાધમ વિજય કરશન બારડ બે મહિનાથી નાસતા ફરતા હતા
મહિધરપુરા પોલીસે નરાધમને ગીર સોમનાથ ખાતેથી ઝડપી પાડ્યો
મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્કાર અને પોક્સો વીથ એટ્રોસીટીના ગુનામાં બે મહિનાથી નાસતા ફરતા નરાધમને મહિધરપુરા પોલીસે ગીર સોમનાથ ખાતેથી ઝડપી પાડ્યો છે.
મહિધરપુરા પોલીસ મથકનો સ્ટાફ પી.આઈ. એચ.એમ. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે પી.એસ.આઈ. એચ.આર. ચૌધરીની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરૂદ્ધસિંહએ બે મહિનાથી મહિધરપુરા પોલીસ મથકમાં બળાત્કાર, પોક્સો તથા એટ્રોસીટી એક્ટના ગુનામાં નાસતા ફરતા નરાધમ વિજય કરશન બારડને ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામેથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.