સુરતમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટના આરોપી યુપીથી ઝડપાયો
સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતો હતો,
સગીરા ચાર માસની ગર્ભવતી
લગ્નની લાલચે બાળ કિશોરી સાથે મિત્રતા કેળવી અવાર નવાર બળાત્કાર ગુજારી બાળ કિશોરીને ચાર માસનુ ગર્ભ રાખી ભાગી છુટેલા નરાધમને યુપીથી ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.
ખટોદરા પોલીસ મથકની હદમાં એક એક બાળ કિશોરી સાથે મિત્રતા કેળવ્યા બાદ લ્ગનની લાલચ આપી બાળ કિશોરી સાથે અવાર નવાર દુષ્કર્મ આચરી તેણીને ચાર માસનો ગર્ભ રાખી નરાધમ ભાગી છુટ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તાત્કાલિક ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી. ખટોદરા પી.આઈ. બી.આર. રબારી તથા સેકન્ડ પી.આઈ. સી.કે. નિનામા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.જી. રાઓલની ટીમના પી.એસ.આઈ. અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી તથા ગોરધન જીવરાજ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ દિગ્વિજયસિંહએ બાતમી તથા હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સોર્સીસના આધારે નરાધમ આરોપી સોનુકુમાર રાજધીરજ વર્માને તેના વતન ઉત્તર પ્રદેશના ઉમેઠીના શીતલકુરમી ખાતેથી ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.