સુરતમાં ફરી ગજાના જથ્થા ઝાપાયો
પોલીસે જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
દિપકકુમાર ચિરંજીબી જૈનાની ધરપકડ
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સચીન જીઆઈડીસી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસને ફરી નશાનો કાળો કારોબાર કરનારને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સચીન જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક ઓરિસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો. દિપકકુમાર ચિરંજીબી જૈનાને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 40 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. તો હાલ સચીન જીઆઈડીસી પોલીસે આરોપી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે.