સુરતમાં વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું
આર્થિક સંકડામણના કારણે જ આપઘાત કર્યો
પોતાના ઘરે જ આપઘાત કરી લીધો
મોંઘવારી વચ્ચે સુરતમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વરાછામાં રહેતા રત્નકલાકારે નોકરી છુટી જતા માનસિક તણાવમાં આવી આપઘાત કર્યુ હોવાનુ સામે આવ્યુ છે.
સુરતમાં ઘણા સમયથી રત્નકલાકારો આપઘાત કરતા હોવાનુ સામે આવ્યુ છે. મંદીના માર વચ્ચે અનેક રત્નકલાકારોએ જીવનલીલા શંકેલી લીધી છે ત્યારે વરાછામાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણાના નામના રત્નકલાકારે કામ છુટી જતા અને પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ થતા માનસિક તણાવમાં આવી પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. જેને લઈ આર્થિક સંકડામણના કારણે જ આપઘાત કર્યો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. હાલ તો પોલીસે રત્નકલાકાર આપઘાત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.