ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો.

Featured Video Play Icon
Spread the love

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો.
પહેલા જ વરસાદમાં પાલીતાણાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો.
નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયા.

 

હવામાન વિભાગે 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ભાવનગરમાં મેધરાજાએ તોફાની બેટીંગ કરી છે. શેંત્રુજી ડેમમાં પણ નવા નીર આવ્યાં છે ત્યારે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો છે

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીએ ઘરતી પુત્રોને ખુશખુશાલ કરી દીધા છે. ભાગનગર જિલ્લામાં પણ પણ સાર્વત્રિક વરસાદ નોધાયો છે. અહીં 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. પહેલા વરસાદથી નદી નાળા છલકાઇ ગયા છે. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમમાં નવા નીરના વધામણા થયા છે. આ ડેમ 80 ટકા ભરાયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. પહેલા જ વરસાદમાં પાલીતાણાનો શેત્રુંજી ડેમ 80% ભરાતા નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયા છે. ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું.

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું છે. પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. ઉપરાંત નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ,માયધાર, મેઢા, દાત્રડ, ભેગાળી, પિંગળી, ટીમાણા, સેવળીયા, રોયલ, માખણીયા, ગોરખી ગામ,લીલી વાવ, સરતાનપર, તરસરાને એલર્ટ કરવામાં આવે છે. હાલ શેત્રુંજી 95 હજાર 660 ક્યૂસેક પાણીની આવક થઇ છે. ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું છે. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *