સુરતમાં ગડ્ડી ગેંગના મુખ્ય સુત્રધારની ધરપકડ
પોલીસે વેશ પલ્ટો કરી આરોપીઓને પકડી પાડ્યો
એક મહિલા સહિત ત્રણની ધરપકડ
ચોક બજાર પોલીસ મથકની હદમાં વૃદ્ધમહિલાને કાગળની ગડ્ડી બતાવી સોનાના દાગીના ઉતરાવી જનાર ટોળકીની મહિલા સહિત ત્રણને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યા બાદ મુખ્ય સુત્રધારને પણ ઝડપી પાડ્યો છે.
સુરતમાં વધી રહેલી ઠગાઈની ઘટનાઓ વચ્ચે સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડરોડ બહુચર નગર ખાતે એક વૃદ્ધાને કાગળની ગડ્ડી બતાવી તેઓ પાસેથી સોનાના દાગીના પડાવી લઈ ટોળકી ભાગી છુટી હતી જે ટોળકીને ચોક બજાર પોલીસની ટીમે ભારે મહેનતે ઝડપી પાડી હતી. ટોળકીની મહિલા સહિત ત્રણને ચોક પોલીસે વેશ પલ્ટો કરી ઝડપી પાડ્યા બાદ આ જ ટોળકીના મુખ્ય સુત્રદાર એવા મનોજ વિષ્ણુભાઇ બાવરી ને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.
