ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણી
જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી.
સહકાર પેનલ સાથે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની કુલ 15 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મતદાન 5 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાશે. જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે સહકાર પેનલ સાથે ઉમેદવારી નોંધાવતા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ, પંડવાઈ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો મેળવવા અને રજૂ કરવાની પ્રક્રિયા 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ, 2025 દરમિયાન હાથ ધરાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ત્યારબાદ માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ, 2025 નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરાશે. જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે સહકાર પેનલ સાથે ઉમેદવારી નોંધાવતા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો
ચૂંટણી માટે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતગણતરી 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી હાંસોટ મામલતદાર કચેરી ખાતે શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંડવાઈ સુગર ફેક્ટરીના વર્તમાન ચેરમેન રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ છે. જેથી ફેક્ટરીની આ પ્રતિષ્ઠિત ચૂંટણી પર રાજકીય અને સહકારી ક્ષેત્ર સહિત સૌની નજર રહેશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
