સુરત ઈકો સેલની ટીમે વિશ્વાસઘાત કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
નંદુરબારમાં રોકિયા હિલ રિસોર્ટ અને જલસા બાર પ્રોજેક્ટના નામે રોકાણ
કુલ 12 કરોડ 63 લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત
સુરત ઈકો સેલની ટીમે નંદુરબારમાં રોકિયા હિલ રિસોર્ટ અને જલસા બાર પ્રોજેક્ટના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી વિશ્વાસઘાત કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનરની સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલ પોલીસે મોટી આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓ ખુશમન પટેલ, સ્મીત પટેલ અને પુનિતાબેન પટેલનાઓએ નવાપુર, નંદુરબાર ખાતે રોકિયા હિલ રિસોર્ટ એન્ડ એડનવેન્ચર પાર્ક તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારોને ભાગીદારીમાં જોડ્યા હતા. ફરિયાદી અને અન્ય ભાગીદારોએ મળી અંદાજે એક કરોડ અડત્રીસ લાખથી વધુનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં નફો અને વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આરોપીઓએ જલસા બારનું નામ બદલી હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બીયર બાર કરી ભાગીદારોને બહાર કરી દીધા હતા. ફરિયાદ મુજબ કુલ 12 કરોડ 63 લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા ઈકો સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ખુશિનભાઇ પટેલ, પુનિતાબેન પટેલ અને સ્મિત પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
