સુરતમાં વધતા ગુનાખોરીના બનાવોને પગલે ક્રાઈમ બ્રાન્ચ એક્શન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધતા ગુનાખોરીના બનાવોને પગલે ક્રાઈમ બ્રાન્ચ એક્શન
પાંડેસરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ ઓપરેશન
તીક્ષણ હથિયાર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતમાં વધતા ગુનાખોરીના બનાવોને પગલે ક્રાઈમ બ્રાન્ચ એક્શન આવી હોય તેમ પાંડેસરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં તીક્ષણ હથિયાર સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં.

સુરતના અધિક પોલીસ કમિશનર ક્રાઈમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ તેમજ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમના નેતૃત્વ હેઠળ પાંડેસરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન તીક્ષણ હથિયાર સાથે ફરી રહેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ હત્યાના ગુનામાં ફરાર ચાલી રહેલા એક આરોપીને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને રાઉન્ડ અપ કરી ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના ડોઝિયર ખોલવામાં આવ્યા અને ઉપરી અધિકારીઓ દ્વારા આરોપીઓને કડક ચેતવણી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *