માંડવીમાં વિલેજ ડે નાઈટ ટેનિસ ટુર્નામેન્ટ નો શુભારંભ

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં વિલેજ ડે નાઈટ ટેનિસ ટુર્નામેન્ટ નો શુભારંભ
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત

માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 157 માંડવી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ દ્વારા વિલેજ ડે નાઈટ ટેનિસ ટુર્નામેન્ટ નો શુભારંભ કરાયો.

માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે માંડવે 157 વિધાનસભાના ધારાસભ્ય કુવરજી હળપતિ દ્વારા વિલેજ ડે નાઈટ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના ઝોન પ્રભારી ડો. પ્રશાંત કોરાટના હસ્તે શુભારંભ કરાયો હતો. આ ટૂર્નામેન્ટમાં 210 ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સ્વાગત પ્રવચન ગુજરાત પ્રદેશના સંયોજક જગદીશભાઈ પારેખ દ્વારા કરાવ્યું હતું. તેમજ ધારાસભ્ય કુંવરજી હળપતિએ યુવાનોમાં ખેલની ભાવના ઉજાગર થાય તેમજ એકતા અને સંગઠિત તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ હેતુથી ભવ્ય વિલેજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરેલ છે. આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા દ્વારા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ દ્વારા કુંવરજીભાઈ હળપતિને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે આ બે નાઈટ ડ્રેસ ટુર્નામેન્ટ યોજવા બદલ કુંવરજી હળપતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને યુવાનોમાં સુસપત પડેલી ખેલની ભાવના ઉજાગર થાય એકબીજા પ્રત્યે ભાઈ ચારની લાગણી અને એકતા વધે અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ આશયથી ટુર્નામેન્ટ યોજાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ખેલ કુંભનું આયોજન કરતા આવેલ છે જેના કારણે યુવાનોમાં ખેલની ભાવના વધે અને એમની ફિટનેસ જળવાઈ રહે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જીગર નાયક, રાજેશ પટેલ , મંત્રી આશિષ ઉપાધ્યાય, મઢી સુગરના ચેરમેન સમીર ભક્ત, ફેડરેશનના ઉપપ્રમુખ કેતન પટેલ, સુગરના ડિરેક્ટરઓ સુરજ ઈ વસાવા, નિમેષ શાહ તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *