મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
પુછપરછમાં આરોપીએ મોબાઈલ અને રોકડની ચોરી કરતો હોવાની કરી કબુલાત
ક્રાઈમ બ્રાન્ચે આ અંગે વધુ તપાસ હાથ ધરી
રેસ્ટોરન્ટ અને કાફે તથા કોમર્શીયલ વિસ્તારના મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરતી ગેંગના રીઢા સાગરીતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં. તો અન્ય ગુનાઓની પણ રીઢા ચોરે કબુલાત કરી હોવાની કબુલાત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં મિલ્કત સંબંધી બનતા ગુનાઓ રોકવા પેટ્રોલિંગ વધી રહી છે ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરીમાતા રોડ ફુલવાડી ઓવર બ્રિજ નીચેથી રીઢા ચોર એવા રોહીત ઉર્ફે દીપુ રાજુ ડીમર ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ત્રણ મોંઘાદાટ મોબાઈલ ફઓન કબ્જે લઈ પુછપરછ કરતા રીઢાએ રેસ્ટોરન્ટ, કાફે અને કોમર્શીયલ વિસ્તારોમાં મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરતો હોવાની કબુલાત કરી હતી. આરોપીએ ગોડાદરા, કતારગામ અને સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી. જ્યારે વેસુ, અલથાણ અને ઉમરા પોલીસ મથકની હદમાં પણ હોટલ તથા કાફેમાં મોબાઈલ તથા રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.