લિંબાયત પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા
વીજીલન્સ ટીમે દારૂડીયાઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે લિંબાયત પોલીસ મથકની હદમાં ગણેશનગર ખાતે દરોડા પાડી દારૂના અડ્ડાને ઝડપી પાડી 16 દારૂડીયાઓને પકડી લિંબાયત પોલીસને સોંપ્યાં હતા જ્યારે બુટેલગરો ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ વારંવાર સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લિંબાયત પોલીસ મથકની હદમાં લિંબાયત ગણેશ નગર ખાતે ચાલતા બુટલેગર અશોક ભિમરાઉ ગોવાને અને આઈનેશ ગામીતના દારૂના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી 16 દારૂડિયાઓ સોમનાથ શિવા, અંકિત અન્ના, અવિનાશ ભડાને, રાજકુમાર જગદેવ, રાજેશ કોડલકર, રાહુલ રાજપુત, જાવેદ શેખ, અનિકેત શિંદે, વિકાશ ચૌધરી, પુરનરામ મેઘવાલ, નાથુ ચૌહાણ, અપ્પા સિરસાટ, પંકજ પ્રસાદ, સોનુ જનારદન, શૈલેષ યાદવ અને રાજેન્દ્ર યાદવને ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન મળી 1 લાખ 12 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર અશોક ભિમરા ગવાને અને આઈનેશ ગામીત ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતાં.