સુરતમાં ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી
રૂપિયા કમાવાની લાલચ આપી 55.94 લાખની છેતરપિંડી
ક્રાઇઝર વર્લ્ડના ફરાર ડાયરેક્ટરની ધરપકડ
અનિલ શર્મા અને વિપુલ બાવિસ્કરની ધરપકડ
અગાઉ ત્રણ ઝડપાયા હતાં
ક્રાઈઝર વર્લ્ડ નામથી કંપનીની શરૂઆત કરી અડધા કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી વર્ષ 2022 થી નાસતા ફરતા રીઢા ઠગોને ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે બાતમીના આધારે વર્ષ 2022માં 56 લાખ 94 હજારથી વધુની ઠગાઈ આચરનાર ઠગોને ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે વર્ષ 2022માં ક્રાઈઝર વર્લ્ડ નામની કંપનીના ડિરેક્ટરોએ 56 લાખ 94 હજારથી વધુની ઠગાઈ આચરી હોવાની ઠગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અગાઉ ત્રણ આરોપીઓ મોહીતકુમાર કમલેશ પટેલ, કેવીન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈને ઝડપી પાડ્યા હતાં. જ્યારે આ ગુનામાં વર્ષ 2022થી નાસતા ફરતા અન્ય આરોપીઓ અનિલ સુરેશ શર્મા અને વિપુલકુમાર શિવાજી બાવિસ્કરને પણ ઈકો સેલની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.